સેફર ઇન્ટરનેટ ડે પર, ઇન્સ્ટાગ્રામએ ભારતમાં ટીનેજરો માટે ટીન એકાઉન્ટ્સ સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે 16 વર્ષથી ઓછી વયનાં તમામ નવાં અને વર્તમાન વપરાશકર્તાઓના અકાઉન્ટ ડિફોલ્ટ રૂપે પ્રાઈવેટ બનશે અને તેમનાં માતાપિતા મોટા પ્રમાણમાં એકાઉન્ટને નિયંત્રિત કરી શકશે.

ટીન એકાઉન્ટ્સની ઘોષણા કરતાં મેટા ઈન્ડિયાએ કહ્યું કે, મેટામાં અમારી પ્રાથમિકતા સુરક્ષિત અને જવાબદાર ડિજિટલ માહોલ બનાવવાની છે. તેમણે કહ્યું કે, ભારતમાં ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સના વિસ્તરણ સાથે, અમે સુરક્ષાને મજબૂત બનાવી રહ્યાં છીએ, કંટેન્ટ પર નિયંત્રણ વધારવામાં આવ્યું છે અને માતાપિતાને પોતાના બાળકોનાં અકાઉન્ટ પર વધુ નિયંત્રણ આપી રહ્યાં છીએ.

જેનાથી કિશોરોને વધુ સુરક્ષિત બનાવીશું. મેટાએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે કિશોરો માટે ઓનલાઇન સુરક્ષામાં વધારો થવો જોઈએ અને તેઓ સલામત અને યોગ્ય ડિજિટલ વાતાવરણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે.

તેને પ્રાઈવસી પર પણ ભાર મૂકયો છે. આ ખાસિયતો હશે :- ડિફોલ્ટ પ્રાઈવેટ એકાઉન્ટ્સ :- 16 વર્ષથી નાની ઉંમરનાં બધાં નવાં અને વર્તમાન વપરાશકર્તાઓના અકાઉન્ટ ડિફોલ્ટ રૂપે પ્રાઈવેટ બનશે. મેસેજિંગ :- કિશોરો ફક્ત તે લોકોનાં સંદેશા મેળવી શકશે જેને તેઓ પહેલાથી જ જાણે છે અથવા તેને ફોલો કરે છે.

સંવેદનશીલ કંટેન્ટ પર નિયંત્રણ :-એવાં કંટેન્ટથી બચાવવા માટે સૌથી કડક સેટિંગ હશે, જેથી વપરાશકર્તા હિંસા અથવા અન્ય સંવેદનશીલ સામગ્રીથી દૂર રહેશે. સ્ક્રીન ટાઇમ અને સ્લીપ મોડ :- કિશોરોને 60 મિનિટનાં ઉપયોગ પછી બ્રેક લેવાનું યાદ કરવામાં આવશે. માતાપિતા પણ તેને નિયંત્રિત કરી શકશે.



















