Sunday, April 20, 2025
HomeFeatureમોરબીની મચ્છુ નદી પર 1500 કરોડના ખર્ચે સાબરમતી જેવો રિવરફ્રન્ટ બનશે

મોરબીની મચ્છુ નદી પર 1500 કરોડના ખર્ચે સાબરમતી જેવો રિવરફ્રન્ટ બનશે

મોરબી શહેરની મચ્છુ નદી પર બે વિનાશક દુર્ઘટનાઓ ઘટી ચુકી છે, હવે નવીકરણ અને પ્રગતિનાં ભાવિ પર તેની નજર છે. મોરબીની મચ્છુ નદી પર હવે 1500 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની યોજના પર આવી રહી છે, જેનો હેતુ શહેરને પુનજીર્વિત કરવાનો છે.બે મોટી આપત્તિઓ બાદ મચ્છુ નદીએ રાષ્ટ્રીય ધ્યાન મેળવ્યું છે.

પ્રથમ વખત 11 ઓગસ્ટ 1979 માં મચ્છુ ડેમ તુટ્યો હતો. પરિણામે ગંભીર પૂર આવ્યું જેણે હજારો લોકોનો ભોગ લીધો હતો.બીજી દુર્ઘટના 30 ઓક્ટોબર, 2022 ના રોજ બની હતી, જ્યારે ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકો માર્યા ગયાં હતાં. ઐતિહાસિક યુગનો પુલ સમારકામ પછી ફરીથી ખોલ્યો હતો, જેનાથી માળખાગત ગુણવત્તા અને સલામતીનાં નિયમો અંગે ચિંતા ઉભી થઈ હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે પુલનું સમારકામ કરવાને બદલે ફક્ત ડેન્ટિંગ અને પેઇન્ટિંગ જ કરવામાં આવ્યું હતું. મોરબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે શહેરી નવીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

1500 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો હેતુ મચ્છુ નદીનાં ગૌરવને પુનર્સ્થાપિત કરવાનો છે અને રહેવાસીઓને આધુનિક શહેરી વાતાવરણ પૂરા પાડવાનો છે.મોરબીનાં રીવરફ્રન્ટ પ્રોજેક્ટથી આર્થિક રીતે અને ટુરિઝમને ફાયદો થશેમોરબી હવે શહેરી નવીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

1500 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો હેતુ મચ્છુ નદીનાં ગૌરવને પુનર્સ્થાપિત કરવા અને રહેવાસીઓને આધુનિક શહેરી વાતાવરણ પૂરું પાડવાનો છે.મોરબીના સિવિલ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદનાં સફળ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી પ્રેરિત, મચ્છુ માટેની યોજનામાં નદીનાં બ્યુટીફિકેશન, સુધારેલ જળ વ્યવસ્થાપન પ્રણાલીઓ, જાહેર મનોરંજન જગ્યાઓ અને નદીનાં કાંઠે વ્યાપારી વિકાસનો સમાવેશ થાય છે.

રિવરફ્રન્ટ મોરબીના સૌંદર્યને વધારશે અને પર્યટનને વેગ આપશે અને આર્થિક વિકાસમાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકો માટે વોકિંગ, બગીચા, મનોરંજન ઝોન વગેરે આ રીવરફ્રન્ટના પ્રોજેક્ટમાં બનાવવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!