Wednesday, March 26, 2025
HomeFeatureમોરબી મહાપાલિકા દ્વારા બાકીદારોની 9 મિલ્કતો સીલ: જપ્તી-ટાંચમાં લેવાની તજવીજ

મોરબી મહાપાલિકા દ્વારા બાકીદારોની 9 મિલ્કતો સીલ: જપ્તી-ટાંચમાં લેવાની તજવીજ

મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને ગત તા. 1/15 થી 9/2 સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાંથી 42 મિલકત ધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા 9 મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ 75,000 થી 1,00,000 સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ગત તા. 15 ના રોજ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજય કુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા 6 મિલકત જપ્તી-ટાંચમાં લેવામાં આવી હતી. જેમાંથી 5 મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન 1 મિલકતને સીલ કરવામાં આવી હતી.

મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેમ નાયબ કમિશનર (પ્રોજેકટ) દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!