દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડોક્ટર સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠ ના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે શ્રેષ્ઠ ના ત્રીજા જન્મદિવસે 15 ફેબ્રુઆરી શનિવાર ના રોજ વ્રજ હોસ્પિટલ, દ્વારકા ખાતે ફ્રી માં માઇનો એપરોશન ઓપરેશનનો મેગા કેમ્પ રાખેલ

આ મેગા કેમ્પમાં મફતમાં માઇનોર ઓપરેશન જેવા કે તલ, મસા, કપાસી, રસોડી તેમજ કાનની બુટ સાંધવી કે વીંધવી જેવા ઓપરેશનો ફ્રીમાં કરી આપવામાં આવ્યા હતા અને દર્દીઓ ને પાંચ દિવસની દવા પણ ફ્રીમાં આપવામાં આવી હતી.

જેનો 100 દર્દીઓ એ લાભ લીધો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ડોક્ટર સાગર કાનાણી વ્રજ હોસ્પિટલ દ્વારકા ખાતે દરરોજ નિદાન યજ્ઞ ચલાવે છે જેનો આજ સુધી દોઢ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. (Report: Ajay Kanjiya)























