Tuesday, March 25, 2025
HomeFeatureGoogle Pay માં આવી રહ્યું છે ધાંસૂ ફીચર્સ, હવે આ સરળ રીતથી...

Google Pay માં આવી રહ્યું છે ધાંસૂ ફીચર્સ, હવે આ સરળ રીતથી પણ કરી શકશો પેમેન્ટ, જાણી લો કામની વાત

ગૂગલ પે યુઝર્સ માટે સારા સમાચાર છે. ગૂગલ પે એનાં યુઝર્સ માટે એક AI ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી તમે બોલીને પણ ગૂગલ પેથી પેમેન્ટ કરી શકશો. તો જાણો આ વિશે વધુમાં…

Google Pay નાં કરોડો યુઝર્સને હવે જલ્દી AI ફીચર મળશે જેમાં હવે યુઝર્સ બોલીને UPI પેમેન્ટ કરી શકશે. ગૂગલ પેમાં આ ચેન્જિસ થોડા સમયમાં તમે જોઈ શકો છો. ભારતમાં ગૂગલ પેનાં લીડ પ્રોડક્ટ મેનેજમેન્ટ શરત બુલુસુનું માનવું છે કે આ ફીચર આવ્યા પછી એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવું બહુ સરળ થઈ જશે. જોકે ગૂગલ પેનાં આ વોઇસ ફીચર વિશે હાલમાં કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. ગૂગલ પેનું આ ફીચર UPI દ્વારા પેમેન્ટ કરનાર લોકોને ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

ગેમ ચેન્જિંગ ફીચર

માનવામાં આવી રહ્યું છે કે ગૂગલ પેમાં વોઇસ ફીચર આવ્યા પછી એ લોકો પણ UPI નો ઉપયોગ કરી શકશે જેમને વાંચતા લખતા આવડતું નથી. આ યુઝર્સ માત્ર વોઇસ કમાન્ડ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. રિપોર્ટનું માનીએ તો આ વોઇસ ફીચર જલ્દી લોન્ચ થઈ શકે છે. ગૂગલ ભારત સરકાર સાથે મળીને Bhasini AI પ્રોડક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ લોકોને લોકલ લેંગ્વેજની મદદથી પેમેન્ટ કરવામાં સહાયતા કરી શકશે.

ગૂગલ ભારતમાં ઝડપથી વધી રહેલાં સાયબર ફ્રોડ રોકવા માટે મશીન લર્નિંગની સાથે-સાથે AI પર કામ કરી રહ્યું છે. મશીન લર્નિંગ અને AI દ્વારા ઓનલાઇન ફ્રોડ અને ધમકીઓ રોકવામાં મદદ મળી શકે છે. ગૂગલ માટે ભારત એક મોટું ઓનલાઇન માર્કેટ છે. આ કારણે અમેરિકન ટેક કંપની ભારતમાં સતત ઇનોવેશન પર નિવેશ કરવા માટે તૈયાર છે.

ભારતમાં UPI પેમેન્ટ કરવા માટે વધારે યુઝર્સ PhonePe અને Google Pay નો ઉપયોગ કરતા હોય છે. નવેમ્બર 2024 માં આવેલાં રિપોર્ટ અનુસાર ભારતમાં ગૂગલ પેની કુલ UPI પેમેન્ટમાં ભાગીદારી 37 ટકા છે. જ્યારે ફોનપેની ભાગીદારી 47.8 ટકા છે. આમ, ભારતની 80 ટકા કરતાં પણ વધારે UPI માર્કેટમાં આ બંને કંપનીઓની ભાગીદારી છે. ગૂગલ પેમાં વોઇસ ફીચર આવ્યા પછી આ એપ દ્વારા UPI પેમેન્ટ કરનાર યુઝર્સની સંખ્યા વધી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!