પાટડી સ્થિત જગા બાપા પ્રેરીત ઉદાસી આશ્રમ ખાતે તારીખ 16 માર્ચથી 22 માર્ચ સુધી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ્વર મહાદેવ મંદિરના સમસ્ત સેવક પરિવાર ઉદાસી આશ્રમ પાટડી દ્વારા આયોજિત શિવ કથામાં દરરોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ગીરીબાપુ કથાનું રસપાન કરાવશે.

કથા દરમિયાન દરરોજ વિવિધ પાવન પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. 16 માર્ચ ને રવિવારે બપોર 1 કલાકે પોથી યાત્રા નીકળશે અને 22 માર્ચના રોજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન દરરોજ બપોરે 12 કલાકે તથા સાંજે 7 કલાકે ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ શિવ કથાનું રસપાન કરવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






















