મોરબી ખાતે લીઓ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજિત ચેશ ટુર્નામેન્ટ માં મુખ્ય અતિથિ તરીકે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર સ્વપ્નિલ ખરે સાહેબ, તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછ ના પાસ્ટ ફર્સ્ટવાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા , નીલકંઠ વિધાલયના જીતુભાઈ વડશોલા ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારેલ

કમિશનર સ્વપ્નિલ ખરે સાહેબ જેઓ હાલ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર તરીકે ફરજ બજાવે છે અને પોતે ચેસ પ્લેયર અને ચેસ માટે રુચિ પણ દાખવે છે. ત્યારે સ્પર્ધામાં આવેલને ખૂબજ પ્રેરણા રૂપ માર્ગ દર્શન પૂરું પાડેલ જેમાં કુલ 5 વિધાર્થી ને રોકડ રકમ આપેલ જેના નામ આ પ્રમાણે છે. જૈનિલ પટેલ, અચ્યુત વરસડા, દીપ પરમાર, હિમાંશુ પાટડિયા, કિશન ભુવા તેમજ બધા સ્પર્ધકો ને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા.


આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા લીઓ ક્લબ મોરબી સિટીના પ્રમુખ શ્રી લીઓ વૃતિક બારા, ખજાનચી લીઓ ઉર્વેશ માણેક,લીઓ વાસુ રૂપાલા ,લીઓ બંસી રૂપાલા,લીઓ હાર્દિક લીઓ, લીઓ હેલી કોટેચા, કલબ ચાર્ટર પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા તેમજ લાયન્સ ક્લબ મોરબી સિટીના ટી સી ફુલતરીયા, ઉપેશ પાડલીયા,રશ્મિકા રૂપાલા મેમ્બરોએ જહેમત ઉઠાવેલ





















