મોરબી માં.ઘર વિહોણા તેમજ નિરાધાર લોકો ને રહેવા જમવા તથા ચા અને આરોગ્ય ની પ્રાથમિક સુવિધાઓ તદન નિશુલ્ક પૂરી પાડતા મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે શહેર ના જાણીતા વેપારી ગ્રુપ મહેશ પાન એન્ડ કોલ્ડ્રીંકસ ના. પુત્ર દિવ્યેશ હિતેશભાઈ મંઘાણી ના જન્મ નિમિતે આજરોજ સહપરિવાર આશ્રય ગૃહ ની મુલાકાત લઈને તમામ લાભાર્થીઓ ને દિવ્યેશ તથા પરિવાર ના મોભી દાદા એ પોતાના હસ્તે રાત્રિ નું ભોજન મિસ્ટાન સહિત પીરસી ને જમાડી ને તેઓના અંતકરણ ના આશીર્વાદ તથા હદયપૂર્વક શુભકામનાઓ મેળવી તૃપ્ત થાય હતા. આ તકે પરિવાર દ્વારા આશ્રય ગૃહ ના તમામ સ્ટાફ મેમ્બર સાથે મળી ને કેક કટિંગ પણ કર્યું હતું

આ તકે દાતા વેપારી પરિવારે આશ્રય ગૃહ ની લાભાર્થીઓ માટે સંચાલક સંસ્થા સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા ના પ્રતિનિધિઓ ની ઉત્કૃષ્ટ સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોતાના પરિવાર તથા ગ્રુપ ના સભ્યો ના જન્મ દિવસ સહિત ના શુભ દિવસો દરમ્યાન આશ્રય ગૃહ ખાતે જ લાભાર્થીઓ તથા સ્ટાફ સાથે જ ઉજવણી કરવા તથા શક્ય તમામ મદદ કરવા માટે ખાતરી આપી હતી.






















