Wednesday, March 26, 2025
HomeFeatureમોરબી મહાપાલિકા દ્વારા શ્રમદાન અભિયાન

મોરબી મહાપાલિકા દ્વારા શ્રમદાન અભિયાન

તાજેતરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 4.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ સફાઈ ઝુંબેશના ભાગરૂપે કુલ 11 આસામીઓ પાસેથી જાહેર સ્થળો પર ગંદકી કરવા બદલ 16700 નો દંડ વસુલ કરવામાં આવેલ અને શ્રમદાન પૂર્વે મોરબી  નગર દરવાજા ખાતેથી મોટી સંખ્યામાં દબાણો દુર કરવામાં આવ્યા હતા.

આ સફાઇ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, મોરબી મહાપાલિકાના કર્મયોગીઓ, રોટરી કલબના સભ્યો, ઇન્ડિયન લાયન્સ કલબના સભ્યો, વિવિધ સંસ્થાઓ, સ્થાનિક વેપારી એશોસીએશનના સભ્યો અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!