ગ્રંથાલય ભારતી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા નું પરિણામ જાહેર થયું

રાષ્ટ્રીય  સ્વયં સેવક સંઘ પ્રેરિત ગ્રંથાલય ભારતી દ્વારા ” રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ” નિમિત્તે લોકોમાં વાંચન અને લેખન પ્રવૃત્તિમાં ઉત્તેજન મળે અને તેઓ ગ્રંથાલય અભિમુખ બને તે માટે માધ્યમિક શાળા, કોલેજ અને મુક્ત વિભાગની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ નિબંધ સ્પર્ધાનું પરિણામ ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડો . નરેન્દ્રભાઇ દવે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ નિબંધ સ્પર્ધામાં સૌથી વધુ 300 બહેનો મળી કુલ  ૪૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સૌથી વધુ ૩૫૪ સ્પર્ધકોએ માતૃભાષા ગુજરાતીમાં નિબંધ લેખન કર્યું હતું.

વિભાગવાર નિબંધ સ્પર્ધાનું પરિણામ નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. :

૧.માધ્યમિક શાળા વિભાગ :

 (૧) જીવનમાં સંસ્કૃતિનું મહત્વ: પ્રથમ – અર્જુન કિશોરભાઈ વિરડા ( ગળપાદર ), દ્વિતીય – ધ્રુવી અશ્વિનભાઈ સાંગાણી ( સાણથલી ),  તૃતીય – હિર હરેશભાઈ વિરડા ( ગાંધીધામ).

(૨) મહેનત ભાગ્યના દ્વાર ઉઘાડે : પ્રથમ – જીનલ રાઘુભાઈ વિરડા ( ગાંધીધામ), દ્વિતીય – રિયા હરેશભાઈ સાકરીયા ( ગોંડલ), તૃતીય – માર્ગીન જયેશભાઈ હિંસુ ( જૂનાગઢ ).

(૩) મારૂ પ્રિય પુસ્તક : પ્રથમ – નિત્ય ટી. હપાણી (રાજકોટ ), દ્વિતીય – નિજ રાહુલકુમાર કુંડારિયા ( જૂનાગઢ ) , તૃતીય – કોમલ  પાંચાભાઈ સોરાણી ( બારવણ).

૨.કોલેજ વિભાગ માં

 (૧) યુવાનોનું રાષ્ટ્રીય ચારિત્ર્ય : પ્રથમ – નિધિ છગનભાઈ હળવદીયા ( લખતર), દ્વિતીય – બંસી ધનજીભાઈ પોસિયા ( જૂનાગઢ), તૃતીય : ખુશ્બુબેન નટવરલાલ મકવાણા ( સુરત ) 

(૨) સ્વાવલંબી ભારત : પ્રથમ – નેન્સી પરસોત્તમભાઈ ખૂંટ ( ગોંડલ ), દ્વિતીય – બિનલ  રમેશભાઈ વોરા ( સાપર – રાજકોટ) , તૃતીય – છત્રપાલસિંહ દાદુભા જાડેજા ( રાજકોટ ).

(૩) માતૃભાષાનું જીવનમાં મહત્વ: પ્રથમ – દિલીપસિંહ પ્રવિણસિંહ વિહોલ (વિસનગર ), દ્વિતીય – બંસરી એમ.દવે ( જામનગર), તૃતીય – સંગીતા રાજાભાઈ વાજા ( જૂનાગઢ )./

૩.મુક્ત વિભાગમાં:

(૧) ભારતીય સંસ્કૃતિની સંરક્ષક પ્રેરણામૂર્તિ  પુણ્યશ્લોકા અહલ્યાબાઈ હોલકર :  પ્રથમ –  ડૉ. સરોજબેન દિપકકુમાર કંટારિયા (રાજકોટ), દ્વિતીય – જય બા પી. ગોહિલ ( રાજકોટ), તૃતીય – પૂજા જીતેન્દ્રસિંહ પરમાર ( આરંભડા ).

(૨) જળવાયુ પરિવર્તન અને તેનો પ્રભાવ : પ્રથમ – રાહુલ ભરતભાઇ સોલંકી ( અમદાવાદ), દ્વિતીય – રાજેશ્વરી નરેન્દ્રકુમાર પંડ્યા ( અમરેલી ) , તૃત્તિય – શીતલ બી. ભાડેશિયા ( રાજકોટ).

(૩) ભારતીય સંવિધાન અને નાગરિક ફરજો : પ્રથમ –  જય  રમેશભાઈ પંડ્યા ( મોરબી ), દ્વિતીય – નેહા રાણા ( રાજકોટ ) , તૃતીય – મનીષાબેન નારાયણભાઈ કોષ્ટી ( સુરત ).

૪ ગ્રંથાલય કર્મચારી વિભાગ :

(૧) ગ્રંથાલય દ્વારા સમાજ પરિવર્તન :

 પ્રથમ –  મતી હીનાબેન એમ. પંડ્યા ( જૂનાગઢ ), દ્વિતીય – સોનલ જોશી ( ચોટીલા), તૃતીય –  મતી સ્નેહલ રાજન જાની  ( સુરત ).

(૨) સાર્વજનિક પુસ્તકાલય –  સમાજની વિદ્યાપીઠ :  પ્રથમ – નિશા જીતેન્દ્રભાઈ ભીમાણી ( રાજકોટ), દ્વિતીય – પારૂલબેન જયકુમાર ક્રિશ્ચિયન ( રાજકોટ ), તૃતીય – સોનલ ગોરધનભાઈ ગોહેલ ( જૂનાગઢ ).

(૩) જો  હું ગ્રંથપાલ હોઉં તો… : પ્રથમ – વૈભવી મહેશભાઈ વીંછી (રાજકોટ) , દ્વિતીય – ભાવના એન. વ્યાસ ( વઢવાણ સીટી ), તૃતીય – મુનાદીન  અહમદ કે. સૈયદ ( આણંદ ).

 આ નિબંધના મુલ્યાંકન માટે મનોજભાઈ શુકલ,   નરેન્દ્રભાઇ આરદેસણા, ડૉ. અશ્વિની બેન જોશી,   પ્રીતિબેન પરમાર, ડૉ. તુષારભાઈ પંડ્યા,   સરોજબેન રૂપાપરા, ડૉ. રાજેશભાઈ દવે, ડૉ. ભાર્ગવ ભાઈ ગોકાણી અને ડૉ. નિલેશ ભાઈ  સોની એ  નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

આ નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર સાથે અભિવાદન કરવાનો કાર્યક્રમ  ૨ જી ,માર્ચ નાં રોજ યોજવામાં  આવશે.

વધુ માહિતી માટે સચિવ   દિલીપભાઈ ભટ્ટ મોબાઈલ નંબર ૯૪૨૭૨૦૦૫૭૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!
Exit mobile version