ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા “પ્રયાસ” નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવેલ હતી.

જેમા દેશના ખૂણે ખૂણેથી રક્તદામ મુહિમ ચલાવનાર સંસ્થાના લોકોએ હાજરી આપેલ હતી. ઉપરોક્ત પરિષદ થેલેશેમિયા બીમારીને કેમ અટકાવવી તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડે છે.

અને આ બાબતે કેમ સુધારો લાવી શકાય એ બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી, સમગ્ર દેશમાંથી કુલ ૮૧ સંસ્થાઓએ આ પરિષદમાં ભાગ લીધેલ હતો. આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા માટે ૧૦ મહાનુભવોની ખાસ પેનલ બનાવેલ હતી.

ઉપરોક્ત પરિષદમાં મોરબીની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતાં યંગ ઈન્ડિયા ગ્રૂપની “લોહીમાં છે માનવતા” મુહિમ માટે ગ્રૂપના સભ્ય “દિલીપ દલસાણીયા”ને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટર “ડો. દેવેનભાઇ રબારી”એ ગ્રૂપની રક્તદાન મુહિમ “લોહીમાં છે માનવતા” માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો













