વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નવી પૂર્ણ કેબીનેટની વડાપ્રધાન સમક્ષ ઓળખ કરાવે તેવા સંકેત છે. મોદી તા.13ના રોજ વોશિંગ્ટન પહોંચશે.બાદમાં વ્હાઇટ હાઉસ ખાતે પ્રમુખ ટ્રમ્પ સાથે દ્વીપક્ષી મંત્રણા કરશે.

ગુરુવારે આ સમિટ દરમિયાન ટ્રમ્પની જે નવી કેબીનેટ છે તે પણ હાજર રહેશે અને તમામની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવશે.આ રીતે ભારતીય વડાપ્રધાનને ખાસ બહુમાન અપાશે.

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતીઓ પણ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અમેરિકા સાથે શસ્ત્ર સંબંધિત કરારો પણ થશે. મોદી અમેરિકી પ્રમુખના ખાસ આમંત્રણથી વોશિંગ્ટન પહોંચી ગયા છે.















