Tuesday, March 18, 2025
HomeFeatureમોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડ પર મહાપાલિકાનું બુલડોઝર ફર્યું: દબાણો દુર

મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડ પર મહાપાલિકાનું બુલડોઝર ફર્યું: દબાણો દુર

મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા હાલમાં દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ મહાપાલિકાની ટિમ નટરાજ ફાટક પાસે પહોચી હતી અને ત્યાં કરવામાં આવેલા કાચા પકડા દબાનોને બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ જ રખવાની છે તેવું કમિશ્નરે જણાવ્યુ છે. મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ શહેરના મુખ્ય માર્ગોની આજુબાજુમાં થયેલા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ હાથ ધરી છે અને વન વિક વન રોડ એટ્લે કે સપ્તાહમાં એક દિવસ કોઈ એક રોડની સાઈડના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે.

ત્યારે બુધવારે સવારે પાલિકાના કમિશ્નર સહિતનો કાફલો સામાકાંઠે નટરાજ ફાટક પાસે પહોચ્યો હતો અને ત્યાર કરવામાં આવેલા દબાણો તેમજ વેજીટેબલ રોડ ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા તેને સ્થાનિક લોકોએ જાતે દૂર કર્યા ન હતા જેથી કરીને તેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને આ જગ્યા ઉપર જેટલા પણ ખાણી-પીણીની હોટલ સહિતના દબાણો હતા તેને તોડવામાં આવ્યા હતા.

વધુમાં કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે આગામી 24 અઠવાડીયા સુધી જુદા જુદા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર કરાયેલા દબાણોને દૂર કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર છે અમે દર સપ્તાહમાં એક રોડની આજુબાજુના દબાણોને દૂર કરવામાં આવશે જેથી લોકો જાતે તેમના દબાણોને દૂર કરીને મહાપાલિકાને સહયોગ આપશે તો તેમણે ઓછું નુકશાન થશે અને પાલિકાને બુલડોઝર ફેરવવાની જરૂર પડશે નહીં.

વધુમાં તેમણે કહ્યું હતું કે, દબાણોના લીધે રોડની પહોળાઇ ઘટી જાય છે અને પાર્કિંગ સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને મહાપાલિકાએ સૌથી પહેલા રોડ ઉપરના દબાણ દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!