Sunday, February 16, 2025
HomeFeatureહવે જામનગર જિલ્લામાં લેટરકાંડ : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જ પક્ષની શિસ્તના...

હવે જામનગર જિલ્લામાં લેટરકાંડ : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જ પક્ષની શિસ્તના લીરા ઉડાડે છે!

અમરેલી લેટરકાંડમાં સરકાર હજુ શું કરવું તે નિર્ણય લઇ શકતી નથી તે સમયે અનેક જિલ્લાઓમાં લેટરકાંડ સર્જાવા લાગ્યા

સંગઠન સમયનો વિવાદ હવે ચૂંટણીમાં પણ લબકારા મારે છે : કૃષિ મંત્રી સામે એપિસોડ-1માં અનેક આક્ષેપો : હજુ એપિસોડ – 2 આવશે તેવી જાહેરાતથી ભાજપમાં પણ જબરી ચર્ચા

ગુજરાત ભાજપ સંગઠન નવરચનાથી જે રીતે લેટરકાંડ શરૂ થયો તે હવે એક પછી એક જિલ્લામાં આવા નવા નવા લેટરકાંડ બહાર આવી રહ્યા છે  અમરેલી જિલ્લાના લેટરકાંડમાં પક્ષના દરેક નેતાઓને ખુલાસા કરવા પડે તેવી સ્થિતિછે અને રાજય સરકારને સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાય પાસે તપાસ કરાવી પડે તેટલી હદે પોલીસ વિભાગમાં પણ સરકારને ચોકકસ અધિકારીઓ પર ભરોસો નહીં હોવાનું બહાર આવ્યું છે.

તે સમયે હવે જામનગર જિલ્લામાં ચૂંટણી ટાંકણે નવો લેટર બોમ્બનો ધડાકો થયો છે અને તેમાં રાજયના મંત્રી રાઘવજી પટેલ સામે તેમના ટેકેદારે આક્ષેપ કરતા ભાજપ અને રાજય સરકારમાં ખળભળાટ મચી ગયો છે. અમરેલીમાં ભાજપ દંડક કૌશિક વેકરીયા ટાર્ગેટ બન્યા અને તેઓએ પોલીસ પર તેમની વગ વાપરીને સમગ્ર કાંડ કરાવ્યું.

તે પછી જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં એક ટેકેદારે એપીસોડ-1ના નામે એક લેટર બોમ્બ ફોડયો છે અને તેમાં રાજયના મંત્રીને ઝપટે લેતા જ આગામી દિવસોમાં સંગઠન નવરચનામાં પણ આ પ્રકારે પડઘા પડશે. જેતપુરમાં પણ ભાજપને આ પ્રકારનો વિવાદનો સામનો કરવો પડયો હતો.

જામનગર જિલ્લાની  ધ્રોલ ,  કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની ચૂંટણીઓ  નજીક ના દિવસો માં યોજાનાર છે. ત્યારે ધ્રોલ માં ભાજપ ના જ એક  કાર્યકરે રાજ્ય સરકાર ના કૃષિ  મંત્રી સામે બળાપો ઠાલવતો પત્ર સોશિયલ મીડિયા માં વાયરલ કરતા ચર્ચા જાગી છે.

ધ્રોલમાં ભાજપના સનિષ્ઠ કાર્યકર અને વર્ષો સુધી જે તે સમય ના ધારાસભ્ય અને હાલના રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ ના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે જ સતત  રહેતા અને તેમના અંગત ટેકેદાર મનાતા ભીમજીભાઇ મકવાણા એ હવે મંત્રી રાઘવજીભાઈ પટેલ સામે કેટલાક સણસણતા આક્ષેપો કર્યા છે.જેમનો સોશિયલ મીડિયા વાયરલ કરેલ પત્ર આક્ષરસ: અત્રે પ્રસ્તુત છે.

કૃષિ મંત્રીશ્રી ના કારનામા  એપિસોડ.  (એક )

હું ભીમજી મકવાણા ભારતીય જનતા પાર્ટિ નો નિષ્ઠાવાન નાનો કાર્યકર્તા  હાલ અત્યારે ધ્રોલ નગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કૃષિ મંત્રી કાર્યકરો ને શિસ્ત અને સમર્પણ ની વાતો સમજાવી રહ્યા છે કૃષિ મંત્રી ને હું પુછવા માંગુ છું કે તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી હતી  ,ત્યારે આપ એ રાતોરાત બહુજન (બ.સ.પા. ) નું મેન્ડેડ ખરીદી ને મોટા વાગુદડ માં તાલુકા ની સીટ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ( બ.સ.પા.) નો ઉમેદવાર ઉભો કરી દીધો હતો.

સ્થાનિક ઉમેદવાર ન મળતા હાડાટોડા થી આયાતી ઉમેદવાર ઉતારેલ અને એટલો દૂર ફરવા મોકલી દીધેલ કે પછી ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું  ખેંચવા ધારે તો પણ ટાઈમે પહોંચી શકે નહિ.  અને રૂપિયા બે  થી ત્રણ લાખ નો ખર્ચો પણ કરેલ. જો કોક ગરીબ નિરાધાર માટે આ ખર્ચો કર્યોં હોત તો કોઈ ગરીબ માં બાપની દીકરી પરણી જાત કે કોઈ ગરીબ નો જિંદગી ભરનો રહેવાનો આસરો બની જાત. પણ તમારે તો તમારો ઈગો વ્યકતિગત સ્વાર્થ અને ઈર્ષા ની તૃપ્તિ માટે પક્ષની શિસ્ત ના લીરે લીરા ઉડાવ્યા હતા. ત્યારે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જ હતા.

ત્યારે તમારી શિસ્ત અને પાર્ટી પ્રત્યે ની વફાદારી ક્યાં ગાયબ થઈ ગઇ હતી. શું કૃષિ મંત્રી ને પાર્ટી માં આવી પ્રવુતિ કરવાની છૂટ છે ? તેનો જવાબ કૃષિ મંત્રી પાસે જનતા અને કાર્યકરો માંગી રહ્યા છે

એપિસોડ  બે ) હવે પછી ટૂંક સમયમાં પસ્તુત થશે.

બીજી તરફ આ બાબતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ નો  સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટી નો નિર્ણય છે કે નગરપાલિકામાં ઉમેદવાર જે વિસ્તારમાં રહેતો હોય એ વિસ્તાર કે વોર્ડ માં  જ ટિકિટ આપવી , જ્યારે ભીમજીભાઇ એ પોતા ની પુત્રવધુ માટે વોર્ડ નંબર પાંચ ની ટિકિટ માગી હતી જ્યારે તેઓ વોર્ડ નંબર છ માં રહે છે.  આથી તેમને ટિકિટ નહીં મળતા આ પત્ર વહેતો કર્યો હોવાનું જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!