27 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે
ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના તા.2 ને રવિવારના રોજ રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાશે જેમાં 27 યુગલો પ્રભુતામાં ડગ માંડશે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. અને નવયુગલને આશીર્વાદ આપશે.

આ સમૂહલગ્ન સાથે સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારોહ, દાતાઓનો સન્માન તથા ભોજન સમારંભ યોજાશે આ સમૂહલગ્નમાં દાતાઓના સહકારથી કન્યાઓને કરિયાવર પણ આપવામાં આવશે અને આ કાર્યક્રમનું આયોજન સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા યુવા કમિટી, કારોબારી કમિટી, મહિલા સમિતિ દ્વારા કરાયેલ છે.
















