મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયાના પત્ની સ્વ.પૂરીબેન લાખાભાઈ જારીયાનું ગત તા.24-1ના રોજ અવસાન થયેલ હોય તેઓની ઉત્તરક્રિયાના દિવસે તા.3 ને સોમવારના રોજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબીના જારીયા પરિવારના આંગણે આગામી તા.3 ને સોમવારના રોજ ઉત્તરક્રિયા નિમિત્તે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.

સંતવાણીના આ કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહેશે.તા.3 ને સોમવારે રાત્રિના નવ કલાકે મોરબીના એવન્યુ પાર્ક રવાપર રોડ ખાતે આવેલ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાન ખાતે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જારીયા પરિવારના લાખાભાઈ જારીયા, રાજેશભાઈ જારીયા, રમેશભાઈ જારીયા, દિનેશભાઈ જારીયા, કાનજીભાઈ જારીયા, અશ્વિનભાઈ જારીયા તથા ભુપતભાઈ જારીયા દ્વારા આ સંતવાણીના કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું છે.














