ચેમ્બર દ્વારા 14 વિવિધ મુદ્દાઓનાં સુચનો ધ્યાને લેવાતા એસો.ખુશ
કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ 2025-26 નું આઠમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સર્વાગી વિકાસ માની આવકારે છે. ભારતની અર્થવ્યવસ્થા મજબુત બની છે તેમજ વિકસીત ભારત 2047નો રોડમેપ તૈયાર કરાયેલ છે.

અ પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા, સહમંત્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝર2 વિનોદભાઈ કાછડીયા તથા તમામ કારોબારી સભ્યોએ આ બજેટને આવકારતા જણાવેલ કે, આ બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયેલ છે.

તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિયારામનજીને 14 જેટલા વિવિધ મુદાઓની રજુઆત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને રાજકોટ ચેમ્બર દ્વારા ઈન્કમટેક્ષના સ્લેબમાં ફેરફાર કરીને 10 લાખ સુધીની આવકમાં કોઈપણ ટેક્ષ લાગુ ન કરવો તે માંગણી સ્વીકારવામાં આવી છે. આમ સરકાર દ્વારા 12 લાખ સુધીની આવકમાં કોઈપણ જાતનો ટેક્ષ વસુલવામાં આવશે નહી.

વધુમાં રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી રાજકોટમાં MSME ની સંખ્યા આશરે 2 લાખથી વધુ હોય ત્યારે આ બજેટમાં સ્ટાર્ટઅપને 20 કરોડ અને MSME માટે 10 કરોડની મર્યાદા વધા2વાથી MSME ને વધુમાં વધુ ફાયદો થશે અને રોજગારીનું પણ નિર્માણ થશે. ખાસ કરીને આ બજેટમાં શહેરી વિકાસ, ગ્રામીણ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગરીબ, મહિલા, કિશાન, આરોગ્ય વિગેરે પર વધુ ફોકસ કરવામાં આવેલ છે.

આમ બજેટમાં જેમાં પાંચ મુખ્ય મુદાઓ ઉપર જોર આવપામાં આવ્યું છે. ખર્ચ વધારો, સ્વાસ્થ્ય સુવિધાઓ, રોજગાર, કૃષિ ઉત્પાદન, વિકસીત ભારતનું નિર્માણ, વૈશ્ર્વિક મેઝયુફેકચરીંગ હબ બનાવવાનો લક્ષ્ય, ભારત દેશને રમકડાઓ માટે વૈશ્ર્વિક કેન્દ્ર બનાવાશે, નિકાસને વેગ આપવા માટે એક્ષપોર્ટ પ્રમોશન મિશન શરૂ કરવામાં આવશે.

વિદેશથી આવતા નાણાના ટેક્ષમાં વધારે છુટછાટ અપાશે, નવો ઈન્કમટેક્ષ સ્લેબ : 12 લાખની આવક સુધીમાં કોઈપણ જાતનો ટેક્ષ વસુલાશો નહી, 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્ષ, 15 થી 20 લાખ સુધીની આવકમાં 20% અને 20 થી 25 લાખ સુધીની આવકમાં 25% ટેક્ષ જયારે 25 લાખથી વધુ આવક ઉપર 30% ટેક્ષ લાગશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.












