Sunday, February 16, 2025
HomeFeatureમોરબીની મચ્છુ નદીની સફાઇ ઝુંબેશ શરૂ કરતી મનપા, કલેકટર, કમિશનર અને વિવિધ...

મોરબીની મચ્છુ નદીની સફાઇ ઝુંબેશ શરૂ કરતી મનપા, કલેકટર, કમિશનર અને વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ

કચરો ઉપાડો નહીં તો કંઇ નહીં, જાહેરમાં ફેંકો નહીં: દબાણ હટાવ ઝુંબેશ પણ ચાલુ રહેશે: કલેક્ટર

મોરબીમાં મચ્છુ નદીનો પટ જાણે કે ઓપન ડમ્પીંગ સાઈડ હોય તે રીતે જુદી જુદી જગ્યા ઉપરથી બાંધકામ વેસ્ટ સહિતના કચરાના ઢગલા રાત્રી દરમિયાન ત્યાં કરી દેવામાં આવતા હોય છે.

અને ગટરની ગંદકી પણ મચ્છુ નદીના પટમાં છોડવામાં આવી રહી છે.ત્યારે ગઇકાલે મોરબી મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટરની હાજરીમાં મોરબીની જુદી જુદી સંસ્થાઓને સાથે રાખીને મચ્છુ નદીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને નગરજનોને મોરબી શહેરની સ્વચ્છતા જણાવવા માટે થઈને સહકાર આપવા માટે કલેક્ટર અને કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.

નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી તેને માત્ર ત્રીસ દિવસ જેટલો ટૂંકો સમય થયો છે ત્યાં મોરબીની અંદર ઘણા બધા પરિવર્તનો જોવા મળી રહ્યા છે તેવામાં ખાસ કરીને મોરબીમાં રોડની બંને સાઈડે થઈ ગયેલા વર્ષો જૂના દબાણોને હટાવવા માટેની કામગીરી મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેની સાથોસાથ હવે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીને સાફ કરવા માટેનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે .

આજે સવારે કમિશ્ર્નર સ્વપ્નિલ ખરે તથા મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી ની હાજરીમાં મહાપાલિકાનો તમામ સ્ટાફ તથા શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓને સાથે રાખીને મચ્છુ નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે કલેકટર અને કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જુદીજુદી સંસ્થાના આગેવાનો દ્વારા મચ્છુ નદીમાંથી કચરા ઉપાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ કલેકટરે મોરબીના લોકોને મોરબીને મોરબીની જુની ઓળખ પુન: પ્રાપ્ત થાય તે માટે થઈને સહકાર આપવા માટે અપીલ કરી હતી અને ખાસ કરીને કચરો ન ઉપાડે તો કાંઈ નહિ પણ કચરો જાહેરમાં ન ફેકો તેવી ટકોર મોરબી વાસીઓને કરી હતી અને હાલમાં જે મચ્છુ નદી માટે સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે.

તે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેની સાથોસાથ ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો ઉકેલવા માટે જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તેને પણ ચાલુ રાખવામાં આવશે તેવું કલેકટર જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!