મોરબી ખાતે ગુજરાત ગેસ મોરબી ઓફિસ દ્રારા 19 માં સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, શિવમ હોસ્પિટલના સહયોગ આરોગ્ય નિદાન કેમ્પ, સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો અને અનાથાશ્રમના બાળકોને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અને બ્લડ ડોનેશન કેમ્પમાં 28 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. તેમજ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવામાં ડો. કમલેશ કંટારીયા (મોરબી સર્કલ હેડ),વિકાસ ગંગલ (સૌરાષ્ટ્ર ઝોન હેડ), વિપુલ રાંદેરીયા (રાજકોટ જિલ્લા હેડ) અને અન્ય સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર ના પ્રેરક પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણા એ ગુજરાત ગેસ ના આયોજકો, સ્ટાફ પરિવાર, રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
















