Sunday, February 16, 2025
HomeFeatureટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

       મોરબી જિલ્લા ક્ષય અધિકારી  ડો.અજાણાના માર્ગદર્શન અનુસાર અને ટંકારા તાલુકા આરોગ્ય અધિકારી  ડો.બાવરવાના સક્રિય પ્રયત્નો થકી ટંકારા તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને બાલાજી પોલિપેક લધીરગઢના સહયોગ થકી ૪૦ જેટલા ટીબીના દર્દીઓને એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. તેમજ તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

       ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની ભાગીદારીથી કેન્દ્ર સરકારના ‘’ટીબી મુક્ત ભારત અભિયાન” માં સક્રિય સહકાર મળી રહ્યો છે. આ પોષણ કીટ થકી ટીબીના દર્દીઓના પોષણમાં સુધારો થાય છે, બીમારીમાં ક્વીક રિકવરી મળે છે તેમજ રોગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી રહે છે.

      સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ તાલુકા હેલ્થ સુપરવાઈઝર  હિતેષભાઈ પટેલ, તાલુકા ટીબી સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર  એમ.એસ.મોસત અને બાલાજી પોલિપેકમાંથી   જગદીશભાઈ પાનારાએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!