Sunday, February 16, 2025
HomeFeatureUPI ને લઈને NPCI એ બદલ્યો નિયમ; 1 ફેબ્રુઆરીથી આવા ટ્રાન્જેક્શન પર...

UPI ને લઈને NPCI એ બદલ્યો નિયમ; 1 ફેબ્રુઆરીથી આવા ટ્રાન્જેક્શન પર પ્રતિબંધ

જો તમે પણ UPI દ્વારા પેમેન્ટ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI ટ્રાન્ઝેક્શનને લઈને નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ હવે સ્પેશિયલ કેરેક્ટર્સ (@, #, $, %, અને વગેરે) ધરાવતા UPI ID માન્ય ગણવામાં આવશે નહીં. માત્ર આલ્ફાન્યૂમેરિક અક્ષરો (અક્ષરો અને સંખ્યાઓ) ધરાવતા UPI ID દ્વારા જ ચુકવણી કરી શકાશે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે.

NPCI એ કેમ લીધો આ નિર્ણય?

યૂપીઆઈ હવે ભારતથી લઈને વિદેશો સુધી ડિજિટલ પેમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેનો ઉપયોગ ઈ-રિક્ષા, કરિયાણાની દુકાનો, મેટ્રો સ્ટેશનો અને શ્રીલંકા, ભૂતાન, યુએઈ, મોરેશિયસ અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ થઈ રહ્યો છે. એવામાં UPI ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.

જો UPI IDમાં સ્પેશિયલ કેરેક્ટર્સ હોય તો શું થાય?

જો તમારા UPI IDમાં સ્પેશિયલ કેરેક્ટર્સ છે, તો તમારું ટ્રાન્જેક્શન 1 ફેબ્રુઆરી પછી બ્લોક થઈ શકે છે. NPCIએ તમામ પેમેન્ટ એપને નવા નિયમો અનુસાર તેમની સેવાઓ અપડેટ કરવાની સૂચના આપી છે. NPCIએ અગાઉ પણ UPI યુઝર્સને આલ્ફાન્યૂમેરિક IDનો ઉપયોગ કરવા કહ્યું હતું. જો કે, હવે તેને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે અને જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો UPI ID બ્લોક થઈ શકે છે.

UPI યૂઝર્સને શું કરવું જોઈએ?

જો તમારા UPI આઈડીમાં કોઈ ખાસ કેરેક્ટર છે, તો તેને જલદીથી બદલો. તમારી બેંક અથવા પેમેન્ટ એપ્લિકેશનનો સંપર્ક કરો અને બનાવેલ નવું આલ્ફાન્યૂમેરિક ID બનાવો, જેથી 1 ફેબ્રુઆરી પછી પણ તમારા UPI ટ્રાન્જેક્શન કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે.

ભારતના ડિજિટલ પેમેન્ટ્સમાં UPIનો હિસ્સો 83 ટકા

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) નો હિસ્સો 2024માં વધીને 83 ટકા થયો છે, જે 2019માં 34 ટકા હતો. આ સમયગાળા દરમિયાન UPI એ 74 ટકાના ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ દર (CAGR) પર વૃદ્ધિ પામી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના અહેવાલમાં જણાવાયું છે કે સમીક્ષા સમયગાળા દરમિયાન RTGS, NEFT, IMPS, ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ જેવી અન્ય પેમેન્ટ સિસ્ટમ્સનો હિસ્સો 66 ટકાથી ઘટીને 17 ટકા થઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે UPI દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેનું કારણ યુપીઆઈના ઉપયોગની સરળતા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!