મોરબીના પ્રજાવત્સલ રાજવી પરિવાર દ્વારા શહેરને અનેક બિલ્ડીંગો આપવામાં આવી હતી.જેમાં વીસી હાઇસ્કૂલ જેને વકતુબા ચેરીટેબલ ટ્રસ્ટ હાઇસ્કુલ તરીકે ઓળખવામાં આવે છે તે ઉપરાંત મોરબી સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ જે પણ રાજા રજવાડાઓ દ્વારા તેઓની મિલકતમાંથી આપવામાં આવેલું છે. તે રીતે જ એલઇ કોલેજ અને તે રીતે જ નગર દરવાજા અને ગ્રીન ચોક જેવા બેનમૂન સ્થાપત્યો શહેરને ભેટ આપવામા આવેલ છે.

પરંતુ ક્યાંકને ક્યાંક યોગ્ય રખ રખાવના અભાવે આ બીલ્ડીંગોમાં ઝાંખપ આવી ગઈ છે.દરમ્યાનમાં મોરબી સરકારી હોસ્પીટલના બિલ્ડીંગ ખાતે રજવાડાની યાદ ચાલુ રહે તે માટે ત્યાં મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ પુન: પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.

મળતી વિગતો પ્રમાણે મોરબી સરકારી હોસ્પિટલના ડોક્ટર દુધરેજીયાને રૂબરૂ મળીને રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તેમજ રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાએ કામ કરેલ એવા કનકસિંહ ડી.જાડેજા અને જયુભા જાડેજાએ સિવિલ હોસ્પીટલમાં મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવવા રજૂઆત કરેલ હતી.

મહારાણી શ્રી નંદકુંવરબા સાહેબ જનાના હોસ્પિટલ મોરબીની પ્રજાને સારી મેડીકલ સુવિધાની સેવા મળે માટે રાજવી પરિવારે બનાવી હતી.જોકે સ્વતંત્રતા બાદ હોસ્પિટલનું સંચાલન સરકાર કરે છે.

પરંતુ રાજવી પરિવારને મોરબીની પ્રજા પ્રત્યે આજે પણ લાગણી એટલી જ છે મોરબીમાં આફત આવે ત્યારે મોરબીની પ્રજાની સાથે રાજવી પરિવાર ઉભો રહે છે જેથી લોકોને પણ રાજવી પરિવારની સ્મૃતિ રહે માટે તેમના નામનું બોર્ડ કાયમી માટે રાખવાના હેતુથી સિવિલ હોસ્પિટલમાં મહારાણી નંદકુંવરબા નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

બોર્ડ લગાવવાની કામગીરી માટે ન્યુ પેલેસ તરફથી વિશ્વરાજસિંહ જાડેજા અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમ કરણી સેનાના તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.












