Sunday, February 16, 2025
HomeFeatureમોરબી: વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાશે

મોરબી: વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાશે

આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા 38મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. મોરબીના ત્રાજપર ખાતે રીવેરા સિરામિકની બાજુમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 22 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.

4 ફેબ્રુઆરીને મંગળવારના રોજ યોજાનાર વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સવારે 5:30 કલાકે ગણેશ સ્થાપના થશે. સવારે 8;15 કલાકે જાનના સામૈયા થશે. 10:15 કલાકે હસ્ત મેળાપ થશે. સવારે 9:30  કલાકે આશીર્વચન સમારોહ યોજાશે. સવારે 10:30  કલાકે ભોજન સમારંભ અને બપોરે 1:15 કલાકે જાન વિદાય થશે.

આ સમૂહ લગ્નોત્સવમાં વરીયા પ્રજાપતિ હડમતીયાના મહંત પ્રેમદાસ બાપુ, મોરબી વરીયાદેવ મંદિરના મહંત વીરદાસજી બાપુ, વરીયા પ્રજાપતિ જ્ઞાતિ હડમતિયાના મેહુલદાસ બાપુ, વાવડી આશ્રમના જયરાજનાથજી બાપુ અને લગ્ન વિધિના મુખ્ય આચાર્ય શાસ્ત્રી જનકભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે. સમારંભના અધ્યક્ષ તરીકે મનસુખભાઈ રાઘવજીભાઈ સંખલપરા (વાંકાનેર) અને સહ અધ્યક્ષ તરીકે લખમણભાઈ રણછોડભાઈ નદાસીયા (મકનસર) તેમજ કલેકટર, ડીડીઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિતના  હાજરી આપશે. આ ઉપરાંત અનેક રાજકીય-સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!