મોરબીના રવાપર ચોકડી પાસે આવેલી રવાપર ગ્રામ પંચાયત નજીક પાણીની લાઈન માટે ખોદવામાં આવેલા રોડમાં ખોદકામ દરમિયાન ગેસ લાઈન તૂટી જવાથી ગેસ લીકેજ શરૂ થયું હતું.

ગેસ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી, અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સ્થિતિની ગંભીરતા ને સમજી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અધિકારીઓ અને તાત્કાલિક સેવાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને ગેસ લીકેજને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો. સદનસીબે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની ન હતી.

આ ઘટના પરથી સબક લઈ શહેરમાં અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી દરમિયાન વધુ સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જારી કરવાની જરૂરિયાત પર તંત્રએ ધ્યાન આપવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.















