Sunday, February 16, 2025
HomeFeatureમોરબી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે

મોરબી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે

      ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં આગામી તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવશે અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે.

       સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સ્થિત સરકારી કચેરીઓ, શૈક્ષણિક, વાણિજ્ય, બોર્ડ, કોર્પોરેશન સહિતની સંસ્થાઓ અને વિવિધ જાહેર સ્થળોએ બે મિનિટ મૌન પાળવામાં આવશે. આ માટે કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો સમય બંધ રાખવામાં આવશે. ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.

         આ ઉપરાંત જે સ્થળોએ સાયરનની વ્યવસ્થા હશે ત્યાં મૌન પાળવા માટે સાયરનથી કે તોપ ફોડીને જાહેર જનતાને સૂચિત કરવામાં આવશે. જો આવી કોઈ વ્યવસ્થા ના હોય તો અન્ય રીતે નાગરિકોને જાણકારી આપવાની રહેશે. તેમ નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!