મોરબીના શાસ્ત્રીનગરમાં ઘંટીની બાજુમાં રહેતા રવાપર ગામના માજી સરપંચ દ્વારા તેઓના પત્નીના દિવ્યાત્માને વિષ્ણુલોકની પ્રાપ્તીઅર્થે ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે .

મોરબીના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ કસુન્દ્રાના પત્ની સ્વ.પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા કે જેમનું તા.2/9/2024 ના રોજ અવસાન થયું હતું તેમના દિવ્યાત્માને વિષ્ણુલોકની પ્રાપ્તીઅર્થે સ્વ.વસ્તાભાઈ ડાયાભાઈ કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ વિષ્ણુયાગ મહાયજ્ઞ તા. 31/1/2025 થી તા.2/2/202પ સુધી તેઓના નિવાસસ્થાન શાસ્ત્રીનગર ઘંટીની બાજુમાં ચાલશે.

આ યજ્ઞમાં આચાર્ય સ્થાને શાસ્ત્રી રાજભાઈ વેદ વિશારદ (આંદરણાવાળા) હાજર રહીને ધાર્મિક વિધિ કરાવશે. આ યજ્ઞ દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 સુધી ચાલશે. અને તા 1 ને શનિવારે રાતે 8:30 કલાકે બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.

તેમજ મહાપ્રસાદ તા 2 ને રવિવારે સાંજે 7:00 કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે. જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, ગૌરવ ગોપાલભાઈ કાસુન્દ્રા, ભાવિકા ગૌરવભાઈ કાસુન્દ્રા, જીવલ ગૌરવભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ આપવામાં આવ્યું છે.










