દેશ-વિદેશથી મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડોની સંખ્યામાં લોકો પવિત્ર ગંગા સ્નાન કરી ચુક્યા છે અને હજુ અવિરત લોકોનો પ્રવાહ મહાકુંભમાં જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી શહેરમાંથી પણ ઘણા લોકો મહાકુંભમાં જઈ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. આવા જ યુવાનોમાં મોરબીના ફ્લોરા હોમ્સના સોસાયટીના પ્રમુખ મહાદેવભાઈ ચાપાણી સહીત તેમની યુવાનોની ટિમ મહાકુંભ પહોંચી હતી.

જયારે તેઓ મહાકુંભ પહોંચ્યા ત્યારે ત્યારે તેઓએ જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સાકાર કરતા સ્વચ્છતા કર્મચારીઓને જાતે મહાકુંભમાં સ્વચ્છતામાં દિવસ-રાત કાર્ય કરતા જોયા ત્યારે તેઓએ ખરા અર્થમાં તેઓ દેશ માટે ખુબ સારું કાર્ય કરી રહ્યા હોય તેઓને સમગ્ર મોરબી શહેર વતી સન્માનિત કરી મોરબીનુ પણ ગૌરવ વધાર્યું હતું.

સ્વચ્છતા કર્મીઓએ આવું સન્માન મળવાની કલ્પના પણ કરી ન હતી કે કરોડોની ભીડમાં તેઓનું પણ કોઈ સન્માન કરશે પંરંતુ મોરબીની જાગૃત જનતા જાણે છે દેશ માટે યોગદાન આપનાર વ્યક્તિનું મહત્વ શું હોય છે તેથી મહાકુંભમાં મોરબી શહેરના આ યુવાનોની ભારે ચર્ચા થઇ રહી છે. જે મોરબી શહેર માટે પણ ગૌરવની વાત છે.

મહાકુંભથી પરત આવી લોકોને પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે ભીડ ગમે તેટલી હોય કોઈ અવ્યવસ્થા નથી અને બહુ આસાનીથી લોકો સંગમ ઘાટ પહોંચી શકે છે.











