૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પ્રસંગે જૂનાગઢના વિવિધ ૧૦૦થી વધુ સ્થળોએ તથા દરેક તાલુકા,ગામોમાં હજારો નાગરિકો દ્વારા ભારતમાતા પૂજન કાર્યક્રમ કરવામાં આવેલ. સર્વે ભાવન્તુ સુખિન: સર્વે સંતુ નિરામયાનો સંદેશ સમગ્ર વિશ્વને આપનાર આપણા દેશ ભારત જેને આપણે માતાના સર્વોચ્ચ સ્થાને ગણીએ છીએ… તે મહાન રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અને ભાવભિવ્યકિત વ્યક્ત કરવા માટે ભારતમાતાની છબી સમક્ષ અબીલ, ગુલાલ, અક્ષત અને ફૂલ દ્વારા પૂજન કરી ધ્વજવંદન કરવામાં આવેલ.

આ સાથે અનેક સ્થાનો પર બાળકો દ્વારા રાષ્ટ્ર ભક્તિના ગીતો તથા વક્તવ્ય આપવામાં આવેલ.. આ કાર્યક્રમ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અસંખ્ય કાર્યકર્તાઓ સાથે સાથે નાગરિકો દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ભારતમાતા પૂજન કરી પોતાનો ભાવ વ્યક્ત કરેલ.













