વાંકાનેર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીમાં વઘાસિયા ટોલ પ્લાઝા ટીમે સંસ્કાર બ્લડ બેંક-મોરબી ના સહયોગ થી આજે માર્ગ વપરાશકર્તાઓમાં માર્ગ સલામતી અને જરૂરિયાતમંદોને મદદ કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું.આ કેમ્પમાં કુલ 22 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા અને તમામ દાતાઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સંસ્કાર બ્લડ બેંક તરફ થી ડૉ. દિલીપ ચૌહાણ અને તેમની ટીમ સ્થળ પર ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમ મુખ્ય કર્મચારીઓના સક્રિય સમર્થન અને સંકલનથી શક્ય બન્યો હતો, (રિપોર્ટ : અજય કાંજીયા)






