મોરબી પીજીવીસીએલના તમામ કર્મચારીઓને આયુષ હોસ્પિટલ દ્વારા CPR અને Hand hygiene ની તાલીમ અને સારા સ્વાસ્થ્ય માટેના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ હેલ્થ ટોકમાં આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. લોકેશ ખંડેલવાલ અને ઓર્થો સર્જન ડો. યોગેશ ગઢવી તેમજ ઇમર્જન્સી ડો ટીમ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સારા સ્વાસ્થ્યની ખાતરી આપી હતી. આ તકે પીજીવીસીએલના અધિકારી ડી.આર. ગઢીયા અને સી.એસ.રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 120 થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો.




