મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા આસામીના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી જેથી તેને મહાપાલિકામાં રજૂઆતો છતાં પાણી આવી રહ્યું નથી જેથી નારાજ થયેલા આસામીએ કલેક્ટર અને કમિશ્ર્નરને રજૂઆત કરીને હવે પાણી ન આવે તો પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં ક્ધયા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી -2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ હાલમાં કલેક્ટર અને કમિશ્ર્નરને રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, તેમના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી.અને તેના માટે ગત તા. 13 લેખિતમાં રજૂઆત કરી હતી ત્યાર બાદ તા. 20 ના રોજ બીજી વખત રજુઆત કરેલ હતી

તો પણ પાણી મળે તે માટે નક્કર કામ કરવામાં આવ્યું નથી જેથી હવે પાણી નહિ મળે તો તેઓ અન્નજળનો ત્યાગ કરીને પોતાના ઘરના પાણીના ટાંકામાં ઉપવાસ ઉપર ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારી છે.



