દ્વારકામાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી દરરોજ નિઃશુલ્ક નિદાન યજ્ઞ ચલાવતા ડો. સાગર કાનાણીની “વ્રજ હોસ્પિટલ”નું ન્યારા પેટ્રોલ પંપ, પોલીસ ચોકી પાસે નિર્માણ થયેલી નવી બિલ્ડિંગમાં નવ પ્રસ્થાન કરાયું છે.સુવિધાસભર હોસ્પિટલની આ નવી ઈમારતનું ઉદઘાટન દ્વારકા વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દ્વારકા શહેરના આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, ડો. સાગર કાનાણીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ડો. સાગર કાનાણીએ જણાવ્યું હતું કે આ નવી હોસ્પિટલમાં પણ દરરોજ નિઃશુલ્ક નિદાનયજ્ઞ ચાલુ રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે કોવિડ પરિસ્થિતિમાં ડો. કાનાણીની તબીબી સારવાર અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી. (રિપોર્ટ અજય કાંજિયા)



