મોરબી, તા.21મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના રહેવાસી દશરથભાઇ કુવરાભાઇ પચિયાના ઘરે ગાયને વિયાણમાં તકલીફ પડી હતી. તેથી તેઓએ 1962 ની પશુ દવાખાનાની ટીમને જાણ કરી હતી.આ કોલ મળતા તાત્કાલિક ધોરણે ટીમ મેમ્બર ડો.રિયાઝુદ્દીન સેરસિયા, ડો.આદિલ બાદી, પાઇલોટ કમ ડ્રેસર ધનજીભાઇ અને પ્રવીણભાઇ દ્વારા ત્રણ કલાકની લાંબી જહેમત બાદ ગાયનું સિઝેરિયન કરીને ગાયને પ્રસુતિની કારમી પીડામાંથી મુક્ત કરાઈ હતી. સિઝેરિયન કરીને તેમની ગાયને નવું જીવનદાન આપવા બદલ ખેડૂત દશરથભાઇએ સમગ્ર કરૂણા હેલ્પલાઈન ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
