મોરબીમાં કાર્યાલય ખાતે ભાગીરથસિંહ રાઠોડની અધ્યક્ષતામાં એક મીટીંગનું આયોજન થયું હતું અને એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા આયોજિત આ મિટિંગમાં મોટી સંખ્યામાં હિન્દુ (ટ્રાન્સપોર્ટ) બિઝનેસમેન ભાઈઓ ભાગ લીધો હતો

અને ત્યારે હિન્દુ આર્થિક સમિતિ દ્વારા હિન્દુઓને લગતી આર્થિક સમસ્યાઓ, ધંધા રોજગારને લગતી સમસ્યાઓ અને અનેક વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં આર્થિક સમિતિ મોરબીમાં સક્રિય થઈને કામ કરશે દરેક હિન્દુને રોજગાર મળી રહે આ હેતુથી સંગઠન પૂરજોરથી કામ કરી રહ્યું છે.