Sunday, February 16, 2025
HomeFeatureખાતામાં રુપિયા આવ્યા કે તરત નહીં ઉપાડી શકો! કોઈપણ બેંકમાં ખાતું હોય...

ખાતામાં રુપિયા આવ્યા કે તરત નહીં ઉપાડી શકો! કોઈપણ બેંકમાં ખાતું હોય આ નવો નિયમ જાણી લેજો

સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે અનેક પગલાં લઈ રહી છે. હવે આ શ્રેણીમાં, ‘મ્યૂલ એકાઉન્ટ્સ’ દ્વારા નાણાંની છેતરપિંડી રોકવા માટે, જે તે ખાતામાં જમા થયેલી રકમને થોડા સમય માટે બેંક ખાતામાં રોકવા માટે ‘કૂલિંગ ઑફ’ સુવિધા શરૂ કરવાનું વિચારી રહી છે. ‘કૂલિંગ ઓફ’ એટલે કે બેંક ખાતામાં જમા થયેલી રકમને તે ખાતામાંથી બીજા ખાતામાં તુરંત ટ્રાન્સફર અથવા ઉપાડવાનું મર્યાદિત સમય માટે બંધ કરી દેવામાં આવશે.

આનાથી મ્યૂલ એકાઉન્ટ દ્વારા નાણાંની લેવડદેવડ અટકાવવામાં આવશે. મ્યૂલ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીયુક્ત ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે, જેને પુનઃપ્રાપ્ત કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ કારણે સરકારી એજન્સીઓ આ નવી વ્યવસ્થા ઉભી ખરવા અંગે વિચારી રહી છે.

આજે દુનિયાના કેટલાક દેશોમાં બેંક ખાતાઓની ‘કૂલિંગ ઓફ’ સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં પણ હવે સરકારી એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ રીતે મની ટ્રાન્સફર પર પ્રતિબંધ કેટલો અસરકારક સાબિત થઈ શકે છે. આ સુવિધા શરૂ કરતા પહેલા ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે પગલાં પણ લેવામાં આવશે. મ્યૂલ એકાઉન્ટના કારણે દર બે મિનિટે ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ બની રહી છે

મ્યૂલ એકાઉન્ટ્સ એવા બેંક ખાતા છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે. મ્યૂલ એકાઉન્ટ્સ બે પ્રકારના હોય છે. કેટલાક કિસ્સાઓમાં ખાતાધારક સ્વેચ્છાએ તેના ખાતાના ઉપયોગ માટે પરવાનગી આપે છે. અન્ય કિસ્સાઓમાં, સાયબર ગુનેગારો છેતરપિંડીથી ખાતાધારકના ખાતાનો તેની જાણ વગર ઉપયોગ કરે છે.

શરુઆતનો સમય મહત્વપૂર્ણબેંક અધિકારીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ ફ્રોડમાં છેતરપિંડીની જાણ તરત જ કરવી ખૂબ જ જરૂરી છે. ગોલ્ડન અવર દરમિયાન સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (1930) પર રિપોર્ટ કરવાથી ચોરાયેલા ફંડ સ્કેમર્સના ખાતા સુધી પહોંચતા પહેલા જ ફ્રીઝ થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. સૂચિત “કૂલિંગ ઓફ પીરિયડ”નો હેતુ નાણાંના તાત્કાલિક ટ્રાન્સફરને રોકવાનો છે.

ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, આઈટી મંત્રાલય અને આરબીઆઈ છેતરપિંડી રોકવા માટે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જોકે બેંકોએ પણ મ્યૂલ એકાઉન્ટ્સને ઓળખીને બંધ કરવા માટે પ્રયાસો તેજ કર્યા છે. તેમ છતાં મોટાભાગની ઓનલાઈન છેતરપિંડી, જેમ કે “ડિજિટલ ધરપકડ” અથવા ફિશિંગના અન્ય કેસો, સીધા બેંકો સાથે સંબંધિત નથી, પરંતુ છેતરપિંડીયુક્ત ભંડોળ મ્યૂલ એકાઉન્ટ્સ દ્વારા કાઢી લેવામાં આવે છે.

બેંકોએ મ્યૂલ એકાઉન્ટ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય કોષો સ્થાપવાનું શરૂ કર્યું છે અને આવા ખાતાઓને ઓળખવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. બેંકોએ તેમના દુરુપયોગને રોકવા માટે બે વર્ષથી ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાતા ન હોય તેવા ખાતાઓ પણ બંધ કરવાનું શરૂ કર્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!