ઓમશાંતિ વિદ્યાલયના વિધાર્થીઓ દ્વારા ઉતરાયણના દિવસે પતંગ ઉડાડતા લોકો જે નકામો દોરો અગાસી પરથી નીચ ફેંકે કે કાચરામાં કેકી દે તે ઘુંચ અને નકામો દોરો 160 કિલો એટલેકે 8 મણ દોરા એકઠા કરી એક માનવતા ભર્યું કાર્ય કરેલ છે કેમકે આ ઘુંચ ઝાડ પર કે ઇલેક્ટ્રિક વાયરો પર પડે તો તેમાં પક્ષીઓ સપડાઈ જાય અને કોઈ મનુષ્યની મદદ વગર નીકળી ન શકે અને અપાર વેદના અને દુઃખ ભોગવ જો આ ઘુંચ ખાવાની ચીજ વસ્તુ સાથે ગાયમાતાના પેટમાં જાયતો તેને અસહ્ય પીડા થાય ઓમશાંતિ વિદ્યાલય (ટી ડી પટેલ )સંચાલિત શાળાના વિધાર્થીઓના આ માનવતા ભર્યા કાર્યએ સમાજમાં અબોલ પશુ પક્ષીઓ માટે સેવાની એક મિશાલ કાયમ કરી છે દરેક વિધાર્થીઓને તેમના આ કાર્ય માટે અભિનંદન અને ભવિષ્યમ આવી સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ





