Sunday, February 16, 2025
HomeFeatureઅમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ, બીજા કાર્યકાળમાં આ 10 મોટા...

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ, બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે સત્તાવાર રાષ્ટ્રપતિ બની ગયા. કેમ કે 5 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય જીત પછી તેમનો બીજો કાર્યકાળ શરૂ થઈ ગયો હતો. જો કે, પહેલા કાર્યકાળની જેમ ટ્રમ્પનો આ કાર્યકાળ એટલો સરળ નહીં રહે. કેમ કે, દેશ અને દુનિયાની સામે અનેક એવા પડકાર છે જેનો સામનો તેમણે કરવો પડશે. ત્યારે ટ્રમ્પ સામે કયા 10 મોટા પડકાર છે? ચાલો જોઈએ.

અમેરિકામાં કોઈપણ રાષ્ટ્રપતિ બને તેની ગણતરી શક્તિશાળી નેતા તરીકે થાય છે. કેમ કે દુનિયાના દરેક દેશોને અમેરિકા સાથે કોઈને કોઈ રીતે સંબંધો હોય છે. પછી તે રાજકીય હોય કે વ્યાપારિક. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પગલે હાલ અમેરિકા ટ્રમ્પમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હીરામાં ચમકવા લાગ્યા છે. ચોંકી ગયા ને પરંતુ આ હકીકત છે. સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો છે. જમાં સાડા ચાર કેરેટના હીરા પર આબેહૂબ ટ્રમ્પ જેવી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે.

આ તરફ પંજાબના અમૃતસરમાં કલાકાર ડો. જગજોત સિંહે અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્કેચ તૈયાર કર્યુ છે. જેને જોઈને તમે પણ તેમની કલાકારી પર ફિદા થઈ જશો. આ પહેલાં તે અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓના સ્કેચ તૈયાર કરી ચૂક્યા છે. ઓડિશાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે 47 ફૂટ લાંબી કલાકૃતિ બનાવી છે. દરિયા કિનારે ટ્રમ્પનું વ્હાઈટ હાઉસમાં સ્વાગત કરતી કલાકૃતિ બનાવીને ભારત તરફથી શુભેચ્છાઓ પાઠવી છે. પહેલો કાર્યકાળ ટ્રમ્પ માટે સોનેરી રહ્યો હતો. પરંતુ બીજો કાર્યકાળ ટ્રમ્પ માટે સરળ રહેવાનો નથી.

કેમ કે તેમની પાસે સારી ટીમ અને શક્તિશાળી સાધનો હોવા છતાં તેમને 10 મોટા પડકારનો સામનો કરવો પડશે. તેના પર નજર કરીએ.1. મોંઘવારી પર કાબૂ મેળવવો2. વધતા દેવા અને નાણાંકીય ખર્ચ પર નિયંત્રણ3. સરકારી દેવું લેવાની મર્યાદા બનાવવી પડશે4. વિદેશી સામાન પર ભારે ભરખમ ટેક્સ5. મેક અમેરિકા ગ્રેટ અગેઈનનું ભારણ રહેશે6. ગર્ભપાતનો મુદ્દો 7. ઈમિગ્રેશનનો મુદ્દો ઉકેલવો પડશે8. યુક્રેન-રશિયાના યુદ્ધ રોકવું પડશે9. ઈઝરાયલ અને હમાસના યુદ્ધને અટકાવવું પડશે10. ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર જોર

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!