મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વ આવી ગઈ છે અને કમિશ્નરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે ત્યારે મોરબી મહાપાલિકા વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર બાંધકામ મંજૂરીને લઈને પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ છે ત્યારે આજે મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા કમિશ્નર સ્વપ્નિલ ખરેની મુલાકાત કરવામાં આવી હતી .

ત્યારે તેમની સાથે ચર્ચા કરતા ખાસ કરીને મોરબીમાં બાંધકામ ઉદ્યોગ ઝડપથી વેગવંતો થાય તેના માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ખાસ કરીને બાંધકામ માટેના નિયમો કોર્પોરેશન માટેના નિર્ધારિત કરીને ઝડપથી ઓનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવે અને બાંધકામ મંજૂરી માટે લોકો, બિલ્ડરો તેમજ એન્જિનિયરોને સરળતા રહે તે માટે કોમન જીડીસીઆરની કેટેગરી પણ નિર્ધારિત કરવામાં આવે તેના માટે સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ત્યારે કમિશ્નર દ્વારા તમામ નિયમો અને ઓનલાઈન પ્રોસેસ ખૂબ જ ઝડપથી કાર્યરત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.


