મોરબીના એબીવીપીના કાર્યકર્તાઓને ગુજરાત પ્રદેશની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ સંગઠનના સહ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ મોરબી આવ્યા હતા તેમજ મોરબી શાખાના કાર્યકર્તા રાજદીપસિંહ જાડેજાને મોરબી જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી આપવામાં આવી છે.

તેમને કર્ણાવતી ખાતે યોજાયેલ 56 માં પ્રદેશ અધિવેશમાં ગુજરાત પ્રદેશ વિશ્વ વિદ્યાલય સહ સંયોજક તેમજ પૂર્વજીતસિંહ જાડેજા અને ઊર્મિબેન જોષીને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે જવાબદારી આપવામાં આવી છે ત્યારે તેઓનું મોરબીમાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.



