મોરબી ઇન્ડિયન લીયો કલબના બાળકો દ્વારા ગરમ ધાબળાનું શ્રીહરી સ્કૂલ શેરી નં-12 લાતી પ્લોટ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ઇન્ડિયન લિયો એંજલબા સહદેવસિંહ ઝાલા, શ્રેયા પંડિત,પાર્શ્વ દેસાઈ, નિત્યા ઘોડાસરા, સૌમ્ય લીખીયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેક્ટના દાતા ઇન્ડિયન લીયો સેક્રેટરી શ્રેયા ઘોડાસરા તથા નિત્યા ઘોડાસરા રહ્યા હતા શાળાના સંચાલક કેતનભાઇએ લિયો ક્લબ તેમજ લાયોનેસ ક્લબનો આભાર માન્યો હતો.




