Sunday, February 16, 2025
HomeFeatureદાડમનું મબલખ ઉત્પાદન આપતા હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં ‘‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર...

દાડમનું મબલખ ઉત્પાદન આપતા હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં ‘‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પોમોગ્રનેટ’ની સ્થાપ્નાની શક્યતાઓ તપાસવા માટે કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમનો સર્વે

દાડમના ખેડૂતો, દાડમના ખેતરો તથા ખાનગી દાડમની માર્કેટ મુલાકાત લેતી કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમ

મહારાષ્ટ્રના સોલાપુરમાં સમગ્ર દેશમાં દાડમ માટેનું એક માત્ર છે સંશોધન કેન્દ્

દાડમનું મબલખ ઉત્પાદન આપતા મોરબી જિલ્લાના હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ‘‘દાડમ પાકના ઉત્કૃષ્ટતા કેન્દ્ર’’ (સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પોમોગ્રનેટ)ની શક્યતાઓ તપાસવા માટે દાડમ પાકનું વાવેતર કરતા ક્લસ્ટરની મુલાકાતે ભારત સરકારની NRCP (National Research Centre on Pomegranate) તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટીમ સોલાપુરથી આવી હતી. ભારત સરકારની આઇ.સી.આર.આર. (ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ) હેઠળ સોલાપુર, મહારાષ્ટ્રમાં NRCP કાર્યરત છે. જે સમગ્ર દેશમાં દાડમ માટેનું એક માત્ર સંશોધન કેન્દ્ છે.

દાડમની વૈશ્વિક ગુણવતા, ઉત્પાદન, માર્કેટીગ, રિસર્ચ સહિતની બાબતો માટે સંશોધન કેન્દ્ર ઉપયોગી થઇ શકે તેની શકયતાનો સર્વે કેન્દ્રીય વૈજ્ઞાનિકોની ટીમે કર્યો હતો. દાડમ પાકના તજજ્ઞ સંશોધન વૈજ્ઞાનિક ડો. સંગ્રામ ધૂમલ, ડો. રાજનકુમાર સિંધ, ડો. સોમનાથ પોખરે તથા ડો. નમ્રતા ગીરીએ તા.૮.૧.૨૫ ના રોજ ધ્રાંગધ્રા ખાતે અને તા.૯.૧.૨૫ ના રોજ હળવદ વિસ્તારના દાડમના ખેતરોની મુલાકાત લીધી હતી. જયાં ખેડૂતોની ખેતી પદ્ધતિ, વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા તેમજ રોગ-જીવાતના પ્રશ્નો અંગે ઝીણવટ ભરી સમજ મેળવી હતી. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર ટીમે ખાનગી દાડમના માર્કેટની પણ મુલાકાત લીધી હતી તથા ત્યાં થતા કાર્યો અંગેની માહિતી મેળવી હતી.

આ તકે બ્રિજેશ જેઠલોજા- મદદનીશ બાગાયત નિયામક-મોરબી, મુકેશ ગાલવડિયા-નાયબ બાગાયત નિયામક- સુરેન્દ્રનગર, ભાવેશ કોઠારિયા- બાગાયત અધિકારી-હળવદ, વિપુલ સુરેલા- મદદનીશ બાગાયત નિયામક- રાજકોટ વિભાગ, ગણપત ચૌધરી- બાગાયત અધિકારી- ધ્રાંગધ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!