યુ-ટ્યુબ એઆઇ દ્વારા અવાજ બદલીને વીડિયો બનાવનારા લોકોને ઝડપથી ઓળખી જશે
વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને તે પોતાની સાથે ઘણાં અનુભવો છોડીને જઈ રહ્યું છે. આમાં કેટલાક સારાં અને કેટલાક ખરાબ છે. પરંતુ એક વસ્તુ જે આખા વર્ષ દરમિયાન ચર્ચાનો વિષય રહી તે છે એઆઇ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. જ્યારે એઆઇએ લોકોનાં કામને સરળ બનાવ્યું તો કેટલીક નકારાત્મક બાજુઓ પણ જોવા મળી છે.
![](https://www.divyakranti.com/wp-content/uploads/2024/11/Shethani-Oil-OK.jpg)
એઆઇની મદદથી આ વર્ષે કૌભાંડો સૌથી વધુ થયાં છે. ડીપફેકના ઘણાં કિસ્સાઓ પણ જોવા મળ્યાં હતાં. સેલિબ્રિટીઓ પણ તેનો શિકાર બન્યાં હતાં. એઆઇ દ્વારા બનાવવામાં આવી રહેલી આ સામગ્રી એટલી વાસ્તવિક લાગે છે કે તમે ઇચ્છો તો પણ તમે સમજી શકતાં નથી કે તે ખરેખર સેલિબ્રિટી બોલે છે કે તે એઆઇનો જાદુ છે.
![](https://www.divyakranti.com/wp-content/uploads/2024/12/Sam-Tattoo-Morbi.jpg)
આનાથી યુટ્યુબ પર અપલોડ કરાયેલાં કન્ટેન્ટ માટે પણ પડકારો સર્જાઈ રહ્યાં છે, કારણ કે તેનાં કારણે ઓથેન્ટિક કન્ટેન્ટ શું છે તે સમજવું મુશ્કેલ થઈ ગયું છે. આનો સામનો કરવા માટે, યુટ્યુબ એક ટૂલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જે તરત જ કહી દેશે કે એઆઇની મદદથી વીડિયોમાંની સેલિબ્રિટીની નકલ કરવામાં આવી છે કે તે વાસ્તવિક છે.
![](https://www.divyakranti.com/wp-content/uploads/2024/11/Sudant-Dental-Clinic.jpg)
આ યુ ટ્યુબ સર્જકો અને સેલિબ્રિટીઓને તેમની ઓળખના દુરુપયોગથી બચાવવામાં મદદ કરશે. આ માટે યુ ટ્યુબે ક્રિએટિવ આર્ટિસ્ટ એજન્સી સાથે હાથ મિલાવ્યો છે, જે આ કામમાં યુ ટ્યુબની મદદ કરશે.
![](https://www.divyakranti.com/wp-content/uploads/2024/07/WORLD-OF-FURNITURE-NEW-AD-Morbi.jpg)
યુટ્યુબનું આ નવું ટૂલ સર્જકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એવાં વીડિયોને ઓળખવામાં મદદ કરશે જેમાં તેમનો ચહેરો, અવાજ અથવા ઓળખની નકલ કરવામાં આવી હોય. તેઓ યુટ્યુબને આવી સામગ્રી દૂર કરવા માટે પણ કહી શકે છે.
![](https://www.divyakranti.com/wp-content/uploads/2024/10/NEW-SHREE-HARI-DIGITAL-STUDIO-NEW.jpg)
જો રિપોર્ટ્સનું માનીએ તો યુ ટ્યુબ તેને આવતાં વર્ષે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. શરૂઆતમાં તે સેલિબ્રિટી અને એથ્લેટ્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાદમાં આ પ્લેટફોર્મ ટોચનાં સર્જકો, પ્રભાવકો અને અન્ય વ્યાવસાયિકો માટે પણ રજૂ કરવામાં આવશે.