Friday, January 17, 2025
HomeFeatureUPI યુઝર્સ માટે કામના સમાચાર, 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યો છે આ નિયમ

UPI યુઝર્સ માટે કામના સમાચાર, 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યો છે આ નિયમ

જો તમારી પાસે સ્માર્ટફોન નથી, પરંતુ બટનવાળો ફીચર ફોન છે તો આ સમાચાર તમારા માટે કામના છે. ખરેખર, તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ફીચર ફોન યુઝર્સને એક મોટી ખુશખબર આપી છે. હવે UPI 123Payનો ઉપયોગ કરીને 10,000 રૂપિયા સુધીનું UPI પેમેન્ટ કરી શકાશે. આ સુવિધા 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. પહેલા આ લિમિટ 5 હજાર રૂપિયા હતી.

UPI 123Pay શું છે?

UPI 123Pay એ ફિચર ફોન (ફિચર ફોન માટે UPI સર્વિસ) પર ઉપલબ્ધ સેવા છે, જે ઈન્ટરનેટ કનેક્શન વગર કામ કરે છે. તેના દ્વારા યુઝર્સ સરળતાથી UPI પેમેન્ટ કરી શકે છે. આ સિસ્ટમ 4 પ્રકારના UPI પેમેન્ટની સુવિધા આપે છે.

1. IVR નંબર પર ફોન કરીને

NPCI અનુસાર, ફીચર ફોન યુઝર્સ IVR નંબર દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ માટે તમારે IVR નંબર (080-45163666, 08045163581 અને 6366200200) પર કોલ કરવો પડશે અને તમારું UPI ID વેરિફાઈ કરાવવું પડશે. હવે તમારે કોલ પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કર્યા બાદ તમારું પેમેન્ટ કરવું પડશે.

2. ફીચર ફોન પર એપનો ઉપયોગ કરીને

3. મિસ્ડ કોલ આધારિત ટ્રાન્ઝેક્શન

4. સાઉન્ડ આધારિત પેમેન્ટ

આપને જણાવી દઈએ કે, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે UPI એ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. વર્ષ 2016માં UPI પેમેન્ટ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. UPI સિસ્ટમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ઓપરેટ કરે છે. નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં UPI સિસ્ટમ દ્વારા 223 લાખ કરોડ રૂપિયાના 15,547 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!