સમગ્ર રાજ્યમાં ઠંડીની મોસમ પોતાનો મિજાજ પ્રગટ કરી માનવને ધ્રુજાવી રહી છે. ત્યારે ઉપર આભ નીચે ખુલ્લામાં ફૂટપાથ ઝુપડ પટ્ટીમાં વસવાટ કરતા રોડ રસ્તા પર રહેતા લોકોને ગરમ ધાબળા વિતરણ કરી માનવતાની મહેક પુરી પાડવા સેવકો દ્વારા પ્રયાસો જુદી જુદી રીતે કરવામાં આવતા હોય છે.
વાંકાનેરમાં શિવ શક્તિ એન્ટરપ્રાઈઝ વાળા જયેન્દ્રસિંહ એમ ઝાલા, ભાજપના યુવા પ્રમુખે ફંડ ફાળો લીધા વગર પોતાની જાતે જરૂરત મંદને સમી સાંજથી મોડી રાત્રી સુધી પોતાના વાહનમાં જાતે જરૂરત મંદને ખોજી ગરમ ધાબડાનું વિતરણ કરી રહ્યા છે. જરૂરતમંદ માનવો માટે હેલ્પલાઈન નંબર ૮૯૨૬૮ ૨૨૨૨૨ મોબાઈલ સાથે વાંકાનેર પંથકમાં ગરમ ધાબળા મેળવવા અપીલ કરી છે.