રૂ.૭.૫ લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પેન્શનરોએ પાનકાર્ડની નકલ સહિત અગત્યના કાગળો જિલ્લા તિજોરી કચેરીએ જમા કરાવવા
જિલ્લા તિજોરી કચેરી, મોરબી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરોએ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો તેમજ પાનકાર્ડની નકલ આગામી તારીખ ૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, શોભેશ્વર રોડ, સામા કાંઠે, મોરબી- ૨ પિન કોડ : ૩૬૩૬૪૨ આ સરનામાં પર મોકલી આપવાની રહેશે.
તેમજ રોકાણની વિગતો, આધાર પુરાવા અત્રે જણાવેલ સુનિશ્ચિત સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે. અન્યથા આવકવેરાના નિયમાનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજૂ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરમાં જમા થઇ શકશે નહીં. જેની ખાસ નોંધ લેવા માટે જિલ્લા તિજોરી અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.