એલોન મસ્કની એઆઈ સ્ટાર્ટઅપ કંપની એક્સ એઆઇ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ગેમ સ્ટુડિયો સ્થાપવાની યોજના બનાવી રહી છે. એલોને એક્સ પર પોસ્ટ શેર કરી.
જેમાં તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો કે ઘણાં ગેમ સ્ટુડિયો મોટા કોર્પોરેશનોની માલિકીનાં છે અને આનાથી તે નિરાશ છે. આ પહેલીવાર નથી જ્યારે મસ્કે ગેમિંગ વિશે વાત કરી હોય. તાજેતરમાં તેણે પોતે ગેમ રમતી વખતે લાઈવ સ્ટ્રીમ કર્યું હતું.