મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના હોદ્દેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગુજરાતભરમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી, અને ટેક્સ કે જેના લીધે રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના લીધે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને આમ જનતાને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન એક સ્વપ્ન રહે એવી પરિસ્થિતિ થઈ રહી છે
આ વધારાના હિસાબે દસ્તાવેજની નોંધણી પર પણ અસર વર્તાઈ રહી છે. તો આ તમામ મુદ્દાઓની રજૂઆત કલેકટરને કરવામાં આવી અને કલેકટર મારફત સરકાર સુધી રજુઆત પહોચે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.