Friday, January 17, 2025
HomeFeatureઆવતીકાલે લોકસભામાં રજૂ થઈ શકે છે વન નેશન, વન ઈલેક્શન બિલ, ભાજપે...

આવતીકાલે લોકસભામાં રજૂ થઈ શકે છે વન નેશન, વન ઈલેક્શન બિલ, ભાજપે વ્હીપ જાહેર કર્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવાર (17 ડિસેમ્બર) માટે તેના સાંસદો માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે એક દેશ એક ચૂંટણી બિલ મંગળવારે બપોરે 12 વાગ્યે લોકસભામાં રજૂ થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વન નેશન વન ઈલેક્શનને લઈને એનડીએના તમામ ઘટક પક્ષો સાથે ચર્ચા થઈ ગઈ છે. અને તમામ પક્ષો તેમની તરફેણમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી પાર્ટીઓ માત્ર રાજકીય કારણોસર તેનો વિરોધ કરી રહી છે. સરકારે આ બિલને સંસદીય સમિતિમાં મોકલવામાં કોઈ વાંધો નથી.

લોકસભામાં મંગળવારનો એજન્ડાની અપડેટેડ કાર્યસૂચી જાહેર થયા બાદ તમામ અટકળો સાફ થઈ જશે. આ બિલને ગયા શુક્રવારે લોકસભાની બિઝનેસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તમામ સાંસદોને બિલની કોપી વહેંચવામાં આવી હતી, પરંતુ બાદમાં આ બિલને લોકસભાની રિવાઇઝ્ડ બિઝનેસ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

એક દેશ એક ચૂંટણી બિલ શું છે?

એક દેશ એક ચૂંટણી બિલનો ઉદ્દેશ્ય તેના નામથી ખ્યાલ આવી જાય છે. આ બિલ દ્વારા સરકાર ઈચ્છે છે કે સમગ્ર દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવે. લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે.

સરકાર અને આ બિલ સાથે જોડાયેલી સમિતિનો દાવો છે, કે ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થતાંની સાથે જ સરકાર કોઈ નવી યોજના લાગુ કરી શકશે નહીં. આચારસંહિતા દરમિયાન નવા પ્રોજેક્ટની શરુઆત, નવી નોકરીઓ કે નવી નીતિઓની જાહેરાત કરી શકાતી નથી અને તેની અસર વિકાસના કામો પર પડે છે. દેશને વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડે છે, દરરોજ દેશના સંસાધનો ખર્ચાય છે, અથવા ચૂંટણીમાં ફસાઈ જાય છે. દાવો કરવામાં આવે છે કે, આનાથી સરકારી કર્મચારીઓને રિકરિંગ ચૂંટણી ડ્યુટીમાંથી પણ છુટકારો મળશે.

અહીં એક સાથે ચૂંટણીનો ક્રમ તૂટ્યો

ભારતમાં વર્ષ 1967 સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. 1947 માં આઝાદી પછી નવા બંધારણ હેઠળ દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ વર્ષ 1952માં યોજાઈ હતી. ત્યાર બાદ એકસાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. પરંતુ કેરળમાં ડાબેરી સરકારની રચના સાથે વર્ષ 1957માં અલગ ચૂંટણીનો ટ્રેન્ડ તૂટી ગયો હતો. કારણ કે કેન્દ્ર સરકારે 1957ની ચૂંટણી પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું. વર્ષ 1960માં કેરળમાં ફરીથી ચૂંટણી યોજાઈ. જો કે, વિપક્ષનું કહેવું છે કે, જો એક દેશ, એક ચૂંટણી હોય તો ઘણા રાજ્યોમાં વિધાનસભા સમય પહેલા ભંગ થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!