Friday, January 17, 2025
HomeFeatureશનિવારે લાંબામાં લાંબી રાત્રી – દિવસ ટૂંકો : વિજ્ઞાન જાથા

શનિવારે લાંબામાં લાંબી રાત્રી – દિવસ ટૂંકો : વિજ્ઞાન જાથા

આગામી તારીખ ૨૧ ડિસેમ્બર અને શનિવારના રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર૩.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ–રાતમાં લાંબા–ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે.

વર્ષની સૌથી લાંબામાં લાંબી રાત, શિશિર ૠતુનો પ્નારંભ અને સૂર્ય ઉત્તરગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે. રવિવારથી સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થશે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ–રાત ૧ર–૧ર કલાકની બને છે. શનિવારે રાજકોટમાં ૧૩ કલાક અને ૧૮ મિનિટની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ–રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે.

 જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં રાત્રિ ૧૩ કલાક ૧૮ મિનિટ ૧૧ સેકન્ડ, ભાવનગરમાં રાત્રિ ૧૩ કલાક ૧૪ મિનિટ ૧૦ સેકન્ડ, જુનાગઢમાં રાત્રિ ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડ, દ્વારકામાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ પ૯ સેકન્ડ, અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્ડ, મુંબઈમાં રાત્રિ ૧૩ કલાક ૦૧ મિનિટ ર૭ સેકન્ડ, ઉજ્જૈનમાં રાત્રિ ૧૩ કલાક ૩૬ મિનિટ, ૦૭ સેકન્ડ, દિબ્રુગઢમાં રાત્રિ ૧૩ કલાક ૩૬ મિનિટ ૦૭ સેકન્ડ, કાશ્મીરમાં રાત્રિ ૧૩ કલાક ૪૩ મિનિટ પ૬ સેકન્ડ, કન્યાકુમારીમાં રાત્રી ૧ર કલાક ર૧ મિનિટ ૦૯ સેકન્ડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યાર બાદ તા. રર મી રવિવારથી રાત્રી ક્રમશ: ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે. નાના–મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જોવા મળે છે.

 વધુમાં પંડયાએ જણાવ્યું કે સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં ર૩.પ અક્ષાંશ સુધી જ જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. તે ર૩.પ અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી પર ર૩.પ ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. પૃથ્વી પરના ર૩.પ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે.

 વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે પૃથ્વીની ર૩.પ અંશે ઝુકેલી ધરીને કારણે પૃથ્વી પર ૠતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્નદેશો પર છ–છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા પર ઊંચે અક્ષાંશે જે બારે માસ ઠંડી રહે છે ત્યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે.

 અંતમાં જાથાએ આકાશ તરફ લોકો નજર કરતાં થાય અને ખગોળ વિષય ઉપર રૂચિ કેળવાય તે માટે અભિયાન આદર્યું છે. આજે લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રિ ક્રમશ: સેકન્ડની ગણતરીએ ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે. વિશેષ માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!