WhatsApp: WhatsApp સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. દુનિયાભરમાં લગભગ 3 બિલિયનથી પણ વધારે લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે. WhatsAppમાં લોકો ચેટિંગ, કોલિંગ, વીડિયો કોલ તેમજ બીજી અનેક પ્રકારે ઉપયોગ કરતા હોય છે. WhatsApp એના ગ્રાહકોને સમય-સમય પર નવા ફીચર્સ આપે છે. આ કારણે યુઝર્સને પણ મજા પડે છે. જો કે હવે WhatsApp કોલિંગ ફીચર્સ હજુ પણ વધારે રસપ્રદ બનશે. આ ફીચર્સ જાણીને WhatsApp રસિયાઓ ખુશ થઈ જશે.
મેટાના સ્વામિત્વની આ એપમાં હવે કોલિંગ માટે અનેક નવા ફીચર્સ આવી ગયા છે. કરોડો યુઝર્સને WhatsApp કોલિંગનો અનુભવ હવે પહેલાં કરતાં મજા પડે એવો થઈ જશે. વોઇસ કોલની સાથે-સાથે WhatsAppએ વીડિયો કોલ માટે અનેક અપડેટ રિલીઝ કર્યા છે. આટલું જ નહીં, કંપનીએ હવે ડેસ્કટોપ પર પણ કોલિંગ બહુ સરળ બનાવી દીધું છે.
WhatsApp પર હવે યુઝર્સને પહેલાં કરતાં વધારે વોઇસ અને વીડિયો કોલિંગ મળશે. હવે યુઝર્સ વીડિયો કોલના સમયે Snapchatની જેમ અલગ-અલગ ઇફેક્ટ્સનો પણ ઉપયોગ કરી શકશે. આ પહેલાં WhatsAppએ વીડિયો કોલમાં બેકગ્રાઉન્ડ બદલવાની સુવિધા આપી હતી. આમ, તમને જણાવી દઈએ કે WhatsAppએ કોલિંગ માટે અનેક ફીચર્સને રોલઆઉટ કર્યા છે. આ નવા ફીચર્સ Android અને iOS એમ બંને યુઝર્સ માટે રોલઆઉટ કર્યા છે.
Group Call કોન્ટેક્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન: WhatsAppએ એના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે ગ્રુપ કોલમાં તમે ગ્રુપના દરેક મેમ્બર્સને કોલ લગાવવા ઇચ્છતા નથી, તો હવે તમને સિલેક્ટનો ઓપ્શન મળશે. જો તમે કોઈ ગ્રુપ ચેટથી કોલ શરૂ કરો છો, તો હવે તમને કેટલાક ખાસ લોકોને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. આમ કરવાથી ગ્રુપના બીજા મેમ્બરને હેરાન કર્યા વગર તમે કોલ કરી શકો છો.
વીડિયો કોલમાં ઇફેક્ટ્સ મળશે: WhatsAppના કરોડો યુઝર્સને થોડા દિવસ પહેલાં વીડિયો કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ બદલવાનું ફીચર આપવામાં આવ્યું હતું. હવે મેટાએ વીડિયો કોલને વધારે એડવાન્સ બનાવી દીધું છે. હવે યુઝર્સ વીડિયો કોલ દરમિયાન સરળતાથી અલગ-અલગ ઇફેક્ટ્સ પણ કરી શકશે. આ ફીચર Snapchatની જેમ કામ કરશે.